આલું મસાલા પૂરી બનાવવા સૌપ્રથમ બટાકા ને કુકર માં બે ત્રણ સીટી ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને બટાકા કાઢી ને છોલી ને સાફ કરી લ્યો.
મિક્સર જારમાં સુધારેલા મરચા, આદુ અને લસણ ની કણી નાખી પીસી લ્યો અને ત્યાર બાદ એમાં બાફેલા બટાકા નાખીફરી પીસી લ્યો ત્યાર બાદ પીસેલા પેસ્ટ ને એક કથરોટ માં નાખો હવે એમાં ચાળી રાખેલ ઘઉંનોલોટ કપ નાખો સાથે ચીલી ફ્લેક્સ, કસુરી મેથી મસળી ને નાખો,કલોંજી, આમચૂર પાઉડર, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખો.
હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ને લોટ બાંધી લ્યો (જો વધારે લોટ ની જરૂર પડે તો નાખી શકો છો) લોટ ને કઠણબાંધી ને તૈયાર કરી લ્યો છેલ્લે એક બે ચમચી તેલ નાખી ને લોટ ને મસળી ને તૈયાર કરી લ્યોને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ ને તેલ લાગવી ફરી મસળી લ્યો ને જરૂર લાગે તો કોરો લોટ લઈ શકો છો જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝના લુવા કરી લ્યો અને કોરા લોટ સાથે મિક્સ કરી લ્યો અને વેલણ વડે વણી ને પુરી તૈયારી કરી લ્યો.
તેલ મિડીયમ ગરમ થાય એટલે તેમાં વણેલી પુરી ને ગરમ તેલ માં તળી લ્યો અને બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ બહાર કાઢી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો અને ચા, ચટણી કે સોસ સાથે સર્વ કરો આલું મસાલા પૂરી.