ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી ને બે ત્રણમિનિટ શેકી લ્યો અથવા ડુંગળી નરમ થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલીફણસી, ઝીણું સમારેલું કેપ્સીકમ, વટાણા નેબે ચમચી પાણી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો.
ચાર પાંચ મિનિટ શાક ને બરોબર એકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર નાખી બરોબર મિકા કરી એક મિનિટ મસાલા ને શેકી લ્યો. મસાલાબરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી ને મેસ કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
બે મિનિટ શેકી લ્યો છેલ્લે લીલા ધાણાસુધારેલા નાખી મસાલા ને બરોબર મેસ કરી મિક્સ કરી લ્યો ને સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢીને ઠંડુ કરી લ્યો મિશ્રણ બરોબર ઠંડુ થાય એટલે જે સ્ટેન્ડમાં અથવા વાટકા માં ઈડલી બનાવવાની હોય એ સાઇઝ ની ટીક્કી બનાવી લ્યો.