મીની પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરી એમાં યીસ્ટ નાખી મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી એમાં મેંદા નો લોટ ચાળીને નાખો સાથે મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ને લોટ ને ચારપાંચ મિનિટ મસળી લ્યો અને તેલ લગાવી ને ઢાંકી ને ચાલીસ થી પચાસ મિનિટ ઢાંકી ને મૂકો.
ચાલીસ મિનિટ પછી બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો અને લોટ ના બે કે ત્રણ સરખા ભાગ કરી લ્યોને એક ભાગ ને કોરા લોટ સાથે મિડીયમ જાડો રોટલી બનાવી લ્યો,
ત્યારબાદ કુકી કટર અથવા વાટકા થી કટ કરી લ્યો અને નાના પીઝા બેઝ પર કાંટા ચમચી થી કાણા કરી નાખો ને એના પર પીઝા સોસ લગાવી દયો.
હવે એના પર મોઝરેલા ચીઝ મૂકો એના પર કેપ્સીકમ કટકા, ટમેટા કટકા મૂકો અને સાથે કાળા ઓલિવ મૂકો એના પર મિક્સ હર્બસ છાંટો ને પીઝા ને તેલ થી ગ્રીસ કરેલ તવી પર મૂકી દયો ને તવી ને ગેસ પર મૂકી ધીમા તાપે ઢાંકી ને દસ થી પંદર મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ તવી પર થી કાઢી લઈ સર્વ કરો આમ બધા પીઝા વણી કટ કરી ટોપિંગ કરી બેક કરી લ્યો ને તૈયાર કરી લ્યો મીની પીઝા.