તંદુરી રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. હવે એમાં ખાંડ નાખેલ નવશેકું દૂધ નાખી એને પણ લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડુ પાણી નાખીનરમ રોટલીના લોટ જેવો લોટ બાંધી લ્યો.
બાંધેલા લોટ ને બરોબર બે ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ફરી મસળી ને સ્મુથકરી ને બરોબર ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે પંદર મિનિટ પછી ફરીથી લોટ ને બરોબરમસળી લ્યો ને જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો હવે કોરા લોટ નીમદદ થી ત્રણ ચાર રોટી ને રોટલી થી થોડી જાડી વણી લ્યો.
હવે કુકર ની સીટી અને રીંગ કાઢી નાખો ને એમાં એક વખત માં જેટલી સમાય એટલી રોટી મૂકો ને કુકર બંધ કરી ગેસ પર બે ત્રણ મિનિટ ચડાવી લ્યો. હવે કુકર ખોલી ચીપિયા થી રોટી કાઢી ને ગેસ પ્ર થોડી થોડી શેકી ને ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે મજા લ્યો તંદુરી રોટી.
અથવા વણેલી રોટલી ની એક બાજુ પાણી વારો હાથ કરી પાણી લગાવી ને કુકર માં ચોંટાડી દયો ને કુકર બંધ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી કુકર ખોલી ગેસ ફૂલ કરી કુકર ને ઊંધું કરી ફેરવી ફેરવી રોટી ને બરોબર ગોલ્ડન બ્રાઉન ટપકા થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યારબાદ તવિથા થી ઉખાડી ને ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે મજા લ્યો તંદુરી રોટી.