મસાલા તવા ઢોકળા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં સાફ કરેલી સોજી નાખો સાથે ખાટું દહીં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ ને ઢાંકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી એમાં ધોઇ સાફ કરેલ ઝીણી પાલક, મકાઈના દાણા, છીણેલું ગાજર, આદુ મરચાની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને પા કપ પાણી નાખી બરોબર મિક્સકરી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને હવે એમાં ઇનો નાખી મિક્સ કરી મિશ્રણ એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક તવી કે કડાઈ ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તેમાં વચ્ચે કાંઠો મૂકી એમાં એક ચમચી તેલ નાખી એમાં ચપટી રાઈ, જીરું અને બે ત્રણ ચપટી સફેદ તલ નાખો તૈયાર વઘાર પર એક થી બે કડછી તૈયાર કરેલ મિશ્રણ નાખી બરોબર એક સરખું ફેલાવી દયો,
ત્યારબાદ તેના ઉપર લાલ મરચાનો પાઉડરછાંટો ને ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો પાંચ મિનિટ માં બરોબર ચડી જાય એટલે તવિથા ઉતારી લ્યો આમ થોડા થોડા મિશ્રણ થી એક એક ઢોકળા બનાવતા જાઓ ને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરોમસાલા તવા ઢોકળા.