તંદુરી મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમથાય એટલે ગેસ ને ધીમો કરી એમાં સૌથી પહેલા આખા સૂકા ધાણા ને બે મિનિટ શેકી લ્યો,
ત્યાર બાદ એમાં જીરું નાખી મિક્સ કરીલ્યો મરી, એલચી, કાળી એલચી, તજ ના ટુકડા, લવિંગ, જાવેત્રિ,જાયફળ નો કટકો નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને બે ત્રણ મિનિટશેકી લ્યો.
હવે એમાં સૂકા કાશ્મીરી લાલ મરચા નાખી ફરીથી બે ત્રણ મિનિટ શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં કસુરી મેથી નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને શેકેલ મસાલાને બીજા મોટા વાસણમાં કાઢી લઈ ઠંડા થવા દયો.
શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ પાઉડર નાખી પીસી ને પાઉડર કરી લ્યોને તૈયાર પાઉડર ને કોરી સાફ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને જ્યારે પણ તંદુરી શાક નીમજા લેવી હોય ત્યારે તૈયાર કરેલ મસાલો નાખી ને મજા લ્યો તો તૈયાર છે તંદુરી મસાલો.