ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ લસણની પેસ્ટ નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવોઅથવા ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
ડુંગળી થોડી નરમ પડે એટલે એમાં ઝીણું સમારેલું કેપ્સીકમ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવી લ્યો. કેપ્સીકમ ચડીજાય એટલે એમાં છીણેલું પનીર નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંમરી પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સકરી બે મિનિટ ચડાવી લ્યો.
બે મિનિટ પછી એમાં છીણેલું, ઝીણી સુધારેલી પાનકોબી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફૂલ તાપે બધી સામગ્રીને બે ત્રણ મિનિટ શેકી ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડુ થવા એક બીજા વાસણમાં કાઢી લ્યો સ્ટફિંગ ઠંડુ થાય એટલે એમાં છીનેલુ પ્રોએસ ચીઝ નાખી મિક્સ કરો લ્યો.