એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં લીલા ધાણા સુધારેલા, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ,ચીલી ફ્લેક્સ, અજમો હાથ થી મસળી ને નાખી બરોબરમિક્સ કરી લ્યો એમાં થોડું થોડુ પાણી નાખી મિક્સ કરતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયારકરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
હવે ડુંગળી ના મિડીયમ જાડા ગોળ ગોળ કટકા કરી લ્યો અને બટાકા ને છોલી સાફ કરી એના પણ પાતળા ગોળ કટકા કરી પાણી માં નાખી દેવા જેથી કાળા ના પડે, પાલક ના સારા પાંદ ને પણ ધોઇ ને સાફ કરીપાંદ ને દાડી થી અલગ કરી લ્યો, જો કેરી હોય તો એને પણ લાંબી સુધારી લ્યો,સાથે રીંગણા ને પણ ગોળ ગોળ સુધારી શકો છો, મોરામરચા માં પણ લાંબા ઊભા ચીરા કરી લ્યો.
હવે એક વાટકા માં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ નો પાઉડર, આમચૂર પાઉડર, મીઠું, શેકેલ જીરું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યોને તૈયાર મસાલા ને સુધારી રાખેલ શાક પર છાંટી દયો.
ત્યારબાદ બીજા વાટકામાં આમચૂર પાઉડર, મીઠું, ધાણા જીરું પાઉડર લઈ મિક્સ કરી લ્યો ને લીલા મરચાના કાપા માં ભરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન માં મિશ્રણ ને બરોબર થોડી વાર મિક્સ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાંથી બે ત્રણ ચમચી ગરમ તેલ બેસન ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
તેલ ગરમ થાય એટલે પહેલા બટાકા ના કટકા ને બેસન માં બોળી ને ગરમ તેલ માં નાખી ને ગેસ ને મીડીયમ કરી બને બાજુ ગોલ્ડન તરી લ્યો પકોડા ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ત્યારબાદ ડુંગળી ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખો ગોલ્ડન તરી લ્યો, હવે કેરી ના કટકા ને પણ બેસનમાં બોળી ગોલ્ડન તરી લ્યો.
ત્યારબાદ એમાં મસાલા ભરેલ મરચા ને બેસન માં બોળી ને ગરમ તેલ માં નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો હવે બેસન ના મિશ્રણ માં થોડું પાણી નાખી પાતળું કરી લ્યો ને ગેસ ફૂલ કરી ને પાલકના પાંદ ને બેસનમાં બોળી ને ગરમ તેલ માં નાખી ને થોડા તરી લીધા બાદ થોડા દબાવી ને ક્રિસ્પી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધા પકોડા તરી લ્યો ને લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો પકોડા પ્લેટર.