ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati
નમસ્તે મિત્રો આજે આપણે ભકોસા બનાવવાની રીત - Bhakosa banavani rit શીખીશું. આ ભકોસા ને અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણીજગ્યાએ ફરે, ગોઝા, પંગોઝા, દાળ ફરા, ચણાદાળ ફરા વગેરે નામ થી ઓળખાય છે, ભકોસા ખૂબ ઓછી સામગ્રી થી અને ખૂબઓછા તેલ થી તૈયાર થાય છે જેમાં ચણાદાળ અને ઘઉંના લોટ નો ઉપયોગ કરવામાં આવે છે જે સવારસાંજ નાસ્તા માં બનાવી શકો છો કે ટિફિન પણ આપી શકો છો. તો ચાલો Bhakosa recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
shocking time: 4 hourshours
Total Time: 4 hourshours50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 મોટી કડાઈ
Ingredients
ભકોસા ની ચણાદાળ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
½ કપચણાદાળ
½ ચમચીહળદર
1ચમચીલાલ મરચાનો પાઉડર
1ચમચીધાણા જીરું પાઉડર
½ ચમચીગરમ મસાલો
1ચમચીઆમચૂર પાઉડર
¼ ચમચીહિંગ
3ચમચીઆદુ અને લીલા મરચા ની પેસ્ટ 3 ચમચી
4-5ચમચીલીલા ધાણા સુધારેલા
મીઠું સ્વાદ મુજબ
લોટ બાંધવા માટેની સામગ્રી
1 ½ કપઘઉંનો લોટ
મીઠું સ્વાદ મુજબ
3-4 ચમચીઘી / તેલ
પાણી જરૂર મુજબ
વઘાર માટેની સામગ્રી
3-4 ચમચીતેલ
½ ચમચીરાઈ
¼ ચમચીહિંગ
1ચમચીલાલ મરચાનો પાઉડર
8-10મીઠા લીમડાના પાન
2-3લીલા મરચા સુધારેલા
2-3ચમચીલીલા ધાણા સુધારેલા
Instructions
ભકોસા બનાવવાની રીત | Bhakosa banavani rit | Bhakosa recipe in gujarati
ભકોસા બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને ચાર પાંચ કલાક પલાળી લેશું ત્યાર બાદ દરદરી પીસી એમાં બધા મસાલા નાખી સ્ટફિંગ તૈયાર કરીશું ત્યાર બાદ લોટ બાંધી એમાંથી પુરી બનાવી સ્ટફિંગ ભરીપેક કરી પાણીમાં બાફી લેશું ને છેલ્લે તેલ માં વઘારી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરીશું ભકોસા.
લોટ બાંધવાની રીત
ઘઉંનો લોટ એક વાસણમાં ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ઘી / તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી નોર્મલ લોટબાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો.
ચણાદાળ નું સ્ટફિંગ બનાવવાની રીત
ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી ચાર પાંચ કલાક માટે પલાળી મુકો . પાંચ કલાક પછીદાળ ની પાણી કાઢી ચણાદાળ ને નિતારી લ્યો. દાળ બરોબર નિતારી લીધા બાદ મિક્સર જારમાં થોડી થોડી કરી ને દરદરી પીસી લ્યો.
હવે પીસેલી ચણાદાળ ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, આદુ મરચા ની પેસ્ટ, હિંગ, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સકરી લ્યો ને સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ભકોસા બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી પુરી ની સાઇઝ ના લુવા બનાવી લ્યો. હવે વેલણ વડે લુવા ને પાતળીપુરી બનાવી લ્યો પુરી ની વચ્ચે તૈયાર કરેલ ચણાદાળ નું સ્ટફિંગ મૂકો ને પુરી ની કિનારીપર પાણી વારી આંગળી ફેરવી ને અડધું ફોલ્ડ કરી નાખો કિનારી ને આંગળી થી દબાવી લ્યો.આમ બધા જ ભકોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં માં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ઉકળવા લાગે એટલે સ્વાદ મુજબ થોડું મીઠું નાખી એમાં તૈયાર કરેલ ભકોસા નાખતા જાઓ. પાણી માં ચાર પાંચ મિનિટ ચડાવ્યા બાદ એને ઝારાથી ઉથલાવી લ્યો.
બીજી બાજુ પણ પાંચ સાત મિનિટ ચડવા દયો આમ પંદર વીસ મિનિટ પાણી માં ચડાવ્યા પછી બાફેલા ભકોસા ને બહાર કાઢી ને ઠંડા થવા દયો. ભકોસા ઠંડા થાય એટલે એના ચાકુથી કટકા કરી લ્યો.
વઘાર માટેની રીત
ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ કટકા કરેલ ભકોસા નાખી ગેસ મિડીયમ કરી ને પાંચ સાત મિનિટ સુંધી હલાવતા રહી શેકી લ્યો સાત મિનિટ પછી એમાં લીલાધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો ભકોસા.
Bhakosa recipe in gujarati notes
અહી તમે જો લસણ ખાતા હો તો લસણ ની પેસ્ટ ચણાદાળ ના મસાલા માંનાખી શકો છો.
મીઠું સાચવી ને નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો