Go Back
+ servings
મોમોઝ પરોઠા બનાવવાની રીત - momos parotha banavani rit - momos paratha recipe in gujarati

મોમોઝ પરોઠા બનાવવાની રીત | momos parotha banavani rit | momos paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મોમોઝ પરોઠા બનાવવાની રીત - momos parotha banavani rit શીખીશું. મોમોઝ કોને નથી બધા ને પસંદ હોય છે, , આજ આપણેએજ મોમોઝ ને એક દેશી રૂપ માં તૈયાર કરી ને દેશી ને બધા ને પસંદ હોય એવા પરોઠા ના રૂપમાં બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે અને જે તમે નાસ્તા માં તો ખાઈ જ શકશો સાથેટિફિન માં પણ લઈ જઈ શકો છો તો ચાલો momos paratha recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 મિક્સર

Ingredients

મોમોઝ પરોઠા ના સ્ટફિંગ માટેની સામગ્રી

  • 2 ગાજર સાવ ઝીણું સમારેલું
  • 200 ગ્રામ પાનકોબી છણેલી
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી ચીલી સોસ
  • 2 ચમચી સોયા સોસ
  • 2 ચમચી સેઝવાન ચટણી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી મંચુરિયન મસાલો / ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ સોજી / બ્રેડ ક્રમ / શેકેલ બેસન
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • પરોઠા શેકવા માટે તેલ / ઘી

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • 1 ડુંગળી સુધારેલ
  • મીઠુંસ્વાદ મુજબ
  • 1 કપ દહી

Instructions

મોમોઝ પરોઠા બનાવવાની રીત | momos parotha banavani rit | momos paratha recipe in gujarati

  • મોમોઝ પરોઠા વિથ ચટણી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને આરામ કરવા મુકીશુંત્યાર બાદ સ્ટફિંગ તૈયાર કરી એને પણ આરામ આપીશું. આરામ પૂરો થયા પછી બને ને સાથેકરી પરોઠા બનાવી શેકી લેશું ને ચટણી સાથે સર્વ કરીશું મોમોઝ પરોઠા વિથ ચટણી.

પરોઠા નું સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જાર માં અથવા હાથે થી ગાજર અને પાનકોબી ને સાવ ઝીણા કરી એક પ્લેટ માં નાખો સાથેસાવ ઝીણી સુધારેલી ડુંગળી, ચીલી સોસ, સોયા સોસ, સેઝવાન ચટણી,ચીલી ફ્લેક્સ, આદુ પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, મેગી મંચુરિયન મસાલો / ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઝીણીસોજી/ બ્રેડ ક્રમ / શેકેલ બેસન નાખી બરોબર મિક્સ કરી પાંચ દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો.

પરોઠા માટેનો લોટ બાંધવાની રીત

  • એક કથરોટમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો સાથે સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, મસળીને કસુરી મેથી, બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંથોડુ થોડુ પાણી નાખી નોર્મલ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને એકચમચી તેલ નાખી ફરી મસળી દસ મિનિટ એક બાજુ મૂકો.

મોમોસ પરોઠા બનાવવાની રીત

  • તૈયાર કરેલ સ્ટફિંગ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બાંધેલા લોટ માંથી જે સાઇઝ ના પરોઠા બનાવવાના હોય એ સાઇઝ ના લુવાને લ્યો એના પર લીલા ધાણા સુધારેલા અને સફેદ તલ લગાવી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદથી વણી ને રોટલી બનાવી લ્યો.
  •  હવે વચ્ચે ત્રિકોણ આકાર માં સ્ટફિંગમૂકો  ( અહી તમે તમનેફાવે એવા આકાર માં પરોઠા બનાવી શકો છો ) અને કિનારી પર પાણી વારોહાથ લગાવી લ્યો અને રોટલી ને ફોલ્ડ કરી ને ત્રિકોણ આકાર આપી ને દબાવી લ્યો ને ફરી કોરાલોટ થી પરોઠા ને થોડો વણી લ્યો.
  • હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ થી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકીલ્યો. આમ એક એક પરોઠાને વણી ને શેકી લ્યો ને બધા પરોઠા તૈયાર કરી લ્યો ને તૈયાર કરેલ ચટણી કે મોમોઝ ચટણીસાથે મજા લ્યો મોમોઝ પરોઠા.

ચટણી બનાવવાની રીત

  • લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, ડુંગળી સુધારેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી દરદરું પીસી લ્યો ત્યાર બાદ એમાંબે ત્રણ ચમચી દહીં નાખી ફરીથી બરોબર પીસી લ્યો પીસેલા પેસ્ટ ને દહી માં નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચટણી.

momos paratha recipe in gujarati notes

  • અહી તમે ઘઉં ના લોટ ની જગ્યાએ મેંદા કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે.
  • સ્ટફિંગ જો નાના બાળકો માટે બનાવતા હો તો તીખાશ ઓછી રાખવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો