બટાકા સોજી બોલ બનાવવા સૌપ્રથમ બટાકા ને છોલી ને પાણી મા નાખો ત્યાર બાદ છીણી વડે બધા બટાકા ને પાણી માજ છીણી લ્યો બધા બટાકા ને છીણી લીધા બાદ છીણેલા બટાકા ને ત્રણ ચાર પાણી થી ધોઇ લ્યો જેથી બટાકા નો સ્ટાર્ચ નીકળી જાય ત્યાર બાદ છીણેલા બટાકા ને પાણીમાં જ રહેવા દયો. પાંચ મિનિટ પછી ચારણીમાં નાખી એનું પાણી નીતરવા મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન સુધારેલ, સફેદ તલ અને લસણની પેસ્ટ નાખીમિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
હવે એમાં બે કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો. પાણી ઉકળવા લાગે એટલે એમાં નિતારેલ બટાકા નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડવા દયો. મિશ્રણ નું પાણીઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખો.
સોજી ને બરોબર હલાવતા રહો કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી પાંચ મિનિટ ઢાંકી ને રહેવા દયો. પાંચ મિનિટ પછી મિશ્રણ ને બીજા મોટા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો. ( તમે આ ઠંડા થયેલ મિશ્રણ ને ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી રાખી શકો છો)
મિશ્રણ ઠંડુ થાય એટલે ગોળ કે લંબગોળ જેવા આકાર ના બોલ બનાવવા હોય એ આકાર ના બોલ બનાવી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ બટાકા સોજી બોલ નાખી બે મિનિટ એમજ રહવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવીને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો આમ બધા બોલ ને ગોલ્ડન તરી લ્યો ને લીલી ચટણીકે સોસ સાથે મજા લ્યો બટાકા સોજી બોલ.