રાઈસ પોટેટો ઉત્તપમ વિથ તડકા ચટણી બનાવવા સૌપ્રથમ ચોખા નો લોટ ચાળી ને લ્યો ( જો ચોખા નો લોટ બજાર માંથીના લેવો હોય તો ચોખા ને થોડી વાર તડકા માં તપાવી ને મિક્સર જાર માં પીસી ને પાઉડર કરીશકો છો ). ચારેલા લોટ ને મિક્સર જાર માં નાખો સાથે મેસ કરેલ બાફેલા બટાકા અને પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે પીસેલા પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સમારેલા ટામેટા, છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ,લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા,આદુ પેસ્ટ, મરી પાઉડર, મીઠાલીમડાના પાન સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પંદર મિનિટ એક બાજુ મૂકો.
હવે પંદર મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઇનો નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
હ વેગેસ પર એક કડાઈમાં તએક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મિશ્રણ નું એક થી બે કડછી નાખી થોડું ફેલાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ મિડીયમ તાપે ચડાવી લ્યો,
ત્યારબાદ ઉપર એક ચમચી તેલ નાખી ઉથલાવી નાખી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડનશેકી લીધા બાદ તૈયાર ઉત્તપમ ને ઉતારી લ્યો ને બીજા રાઈસ પોટેટો ઉત્તપમ તૈયાર કરી તૈયાર કરેલ તડકા ચટણી સાથે સર્વ કરો રાઈસ પોટેટો ઉત્તપમ વિથ તડકા ચટણી.