ગલકા ના પરોઠા બનાવવા સૌપ્રથમ ગલકા ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો હવેએમાં ચાળી ને ઘઉંનો લોટ અને બેસન નાખો સાથે લીલા મરચા સુધારેલા,આદુ પેસ્ટ, વરિયાળી, હળદર,કશુરી મેથી, હિંગ, લાલ મરચાનોપાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો,લીલા ધાણા સુધારેલા નાખો.
હવે બધી સામગ્રી ને હાથ થી બરોબર મિક્સ કરી મસળી લ્યો ને પાંચ મિનિટ એમજ રહેવા દયો. જેથી ગલકા માં રહેલ પાણી નીકળીશકે. પાંચ મિનિટ પછી ફરીથી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને હવેજરૂર મુજબ દહી નાખી લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરીલોટ ને બરોબર મસળી લ્યો.
હવે બાંધેલા લોટ માંથી લુવો બનાવી ને કોરા લોટ ની મદદ થી જે આકાર માં બનાવવા હોય એ આકારમાં વણી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ગરમકરી લ્યો તવી પર તેલ લગાવી વણેલા પરોઠા ને નાખી બને બાજુ મીડીયમ તાપે શેકી લ્યો,
બને બાજુ થોડા શેકાઈ જાય ત્યાર બાદ તેલ લાગવી ને ગોલ્ડન શેકી લ્યો. આમ બધા પરોઠા પરોઠા વણી નેશેકી લ્યો ને દહી, ચા કે ચટણી સાથે સર્વ કરો ગલકા ના પરોઠા.