સિંગ ની બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને વાટકા ને ઘી થી ગ્રીસ કરી એકબાજુ મૂકો. ત્યાર બાદ સીંગદાણા ને સાફ કરી એમાંથી ખરાબ દાણા અલગ કરી નાખો હવે ગેસ પર એકકડાઈમાં સાફ કરેલ સીંગદાણા નાખી ધીમા તાપે સીંગદાણા ને હલાવતા રહી શેકો જેથી સીંગદાણાબધી બાજુથી બરોબર શેકાઈ શકે.
સીંગદાણા શેકવાની સુંગંધ આવે અથવા સીંગદાણા ચટકવા/ ફોતરા નીકળવા લાગે એટલે ગેસ બંધ કરી ને શેકેલ સીંગદાણા બીજા મોટા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
સીંગદાણા ઠંડા થાય એટલે સાફ ને કોરા કપડા માં નાખી ને પોટલી બનાવી ને મસળી ને એના ફોતરા અલગ કરી નાખો ત્યાર ઝારા થી ફોતરા ને દાણા અલગ અલગ કરી લ્યો. હવે સાફ સીંગદાણા ને મિક્સર જાર માં નાખી ને પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ચાલુ કરી પીસી ને પાઉડર કરી લ્યો.અને ચારણી થી ચાળી લ્યો ને રહી ગયેલ મોટા દાણા ને ફરી પ્લસ મોડ માં પીસીને ચાળી લ્યો.
હવે પીસેલા સીંગદાણા માં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો. હવે એક કડાઈ માં ખાંડ નાખો સાથેપાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી હલાવતા રહી ખાંડ ને ઓગળી એક તાર નુંચાસણી તૈયાર કરી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ સાવ ધીમોકરી એમાં થોડો થોડો પીસેલા સીંગદાણા નો પાઉડર નાખતા જઈ હલાવતા રહો.
બધો જ પાઉડર ને ખાંડ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં એલચી પાઉડર નાખી ને ધીમા તાપે હલાવતા રહી કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો.
હવે ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર કરેલ નાખી એકસરખું ફેલાવી લ્યો અને ગ્રીસ કરેલ વાટકાથી દબાવી દબાવી ને બરોબર સેટ કરો અને એના પર પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ફરી દબાવી નાખો જેથી પિસ્તા બરોબર ચોટી જાય અને ચાકુ થી મનગમતા આકાર ના કાપા પાડી ઠંડી થવા મૂકો. બરફી બિલકુલ ઠંડી થાય એટલે તવિથા થી કાઢી લ્યો ને ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સિંગ બરફી.