મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં દૂધ લ્યો એમાં ઘી, સોજી, મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ કડાઈ ને ગેસ પર મૂકી ને ગેસચાલુ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો ચાર પાંચ મિનિટ પછી મિશ્રણઘટ્ટ થવા લાગશે.
મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી ને મિશ્રણ ને થોડી વાર હલાવતા રહો ત્યાર બાદ મિશ્રણને બિલકુલ ઠંડુ થવા દયો. મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે બરોબર મિક્સ કરી લ્યો અને એમાં એલચી પાઉડર,મેંદા નો લોટ અને બેકિંગ પાઉડર નાખી એના પર પા ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લીધા બાદ એમાંથી નાના નાના લુવા કરી લ્યો ને એક એક લુવાને બને હથેળી વડે ગોળ ફેરવી ને ગોળ અથવા લંબગોળ આકાર આપી દયો. આમ બધા જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં થોડા થોડા તૈયાર કરેલ જાંબુ નાખી ને એક બે મિનિટ એમજ રહેવા દયો ને તેલ ને ઝારા થી હલાવી પણ જાંબુ ને ના હલાવવા.ધીરે ધીરે જાંબુ ઉપર આવી જસે ત્યાં પછી જાંબુ ને ગોલ્ડન થાય ત્યાં સુંધીતરી લ્યો. જાંબુ ગોલ્ડન થાય એટલે એને ગરમ ચાસણી માં નાખી દયો
હવે નવશેકા તેલ માં બીજા જાંબુ નેતરવા નાખો આમ બધા જ જાંબુ ને ગોલ્ડન તરી ને ગરમ ચાસણી માં નાખતા જાઓ. અને ચાસણી ને બે ચાર મિનિટ ગેસ ચાલુ કરી ગરમ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી ગુલાબજાંબુ ને એમજ ચાસણી માં એક થી બે કલાક રહવા દયોત્યાર બાદ મજા લ્યો મિલ્ક પાઉડર માંથી ગુલાબજાંબુ.