બેબી કોર્ન ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ બેબી કોર્ન ને ધોઇ નેસાફ કરી લ્યો ત્યાર બાદ એના બે ટેરવા જેટલા કટકા કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસપાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને કટકાકરેલ બેબી કોર્ન નાખી સાત થી આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.
હવે એક વાસણમાં કોર્ન ફ્લોર, મેંદા નો લોટ, બેકિંગ પાઉડર, મીઠુંસ્વાદ મુજબ, મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુપાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં બાફી રાખેલ બેબી કોર્ન નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં એક એક બેબી કોર્ન નાખી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો બેબી કોર્ન ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝારા થી કાઢી ને ચારણીમાં કાઢી લ્યો.
ત્યારબાદ એક વાટકામાં કોર્ન સ્ટાર્ચ અને ને ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ ના કટકા, લસણ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલાધાણા ની દાડી સુધારેલ નાખો ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને એક મિનિટ શેકી લ્યો.
હવે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને પાણી ઉકળવા લાગે એટલે એમાં સોયા સોસ, ગ્રીન ચીલી પેસ્ટ, ખાંડ, મીઠું, સફેદ મરી પાઉડર નાખીમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોર્ન સ્ટાર્ચ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ઉકળવાલાગે ત્યાં સુંધી ચડાવો.
ત્યાર બાદ એમાં તરી રાખેલ બેબી કોર્ન,કેપ્સીકમ ના કટકા, લીલી ડુંગળી અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે મિનિટ ચડાવી લીધા બાદ ગરમ ગરમ સર્વ કરો બેબી કોર્ન ચીલી.