ગીસોડા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ ગિસોડા ને ધોઇ લ્યો ત્યારે બાદ એને ચાકુથી છોલી ને સાફ કરી લ્યો. અને ફરીથી ધોઇ લ્યો. હવે આંગળી ની સાઇઝ ના લાંબા લાંબા કાપી ને કટકા કરીલ્યો ને દરેક કટકા માં વચ્ચે એક લાંબો કાપો પાડી એક બાજુ મૂકો આમ બધા જ કટકા માં કાપાપાડી લ્યો.
હવે એક લસણ અને લાલ મરચા નો પાઉડર લઈ ને ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હળદર, મીઠું અને હિંગનાખી ફૂટી ને પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એમાં તેલ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો. આમ મસાલો બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ફૂટી ને તૈયાર કરેલ મસાલા ને એક એક ગિસોડા ના કાપા માં બરોબર દબાવી નેભરી લ્યો આમ બધા જ ગિસોડા ભરી ને તૈયાર કરી લ્યો .
ત્યારબાદગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ભેરલા ગિસોડા નાખી દયો ને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડવા દયોવચ્ચે બે ત્રણ મિનિટ એ ગિસોડા ને ચમચા થી ફેરવતા રહો જેથી બધી બાજુથી બરોબર ચડી જાય.