હવે સોજી માંથી તૈયાર કરેલ બર્ન ને ચાકુથી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો ને એક ભાગ પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ને બીજો ભાગ એના પર મૂકો.
આમ બધા બર્ન ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી માં એક બે ચમચી તેલ નાખી એના પર સ્ટફિંગ વાળા બર્ન મૂકી ઉપરડીશ મૂકી થોડો વજન રાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકો. ત્રણ મિનિટ પછી વજન હટાવી બર્ન ને ઉઠળવી નાખો ને ફરી પ્લેટ મૂકી વજન મૂકો ને ધીમા તાપે બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.
બને બાજુ બરોબર શેકી લીધા બાદ તૈયાર બર્ન ને સોસ સાથે સર્વ કરો અથવા જો વચ્ચે કાકડી, પાન કોબી નું પાન, ટમેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ મૂકી ને પણ સર્વ કરી શકો છો ઈડલી બર્ગર.