પાલક સોજી ચીઝ બોલ બનાવવા સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ તપેલી માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં સાફ કરેલી પાલક નાખી બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્રણ મિનિટ પછી પાલક ને પાણી માંથી કાઢી ને ઠંડા પાણી માં નાખો ને બે મિનિટ પછી ઠંડા પાણી માંથી કાઢી ને મિક્સર જાર માં નાખો.
હવે પાલક સાથે આદુ નો ટુકડો, લીલા મરચા સુધારેલા નાખી ને પીસી ને પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો સાથે તૈયાર કરેલ પાલક ની પ્યુરીનાખી બરોબર મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું નાખો ત્યાર બાદ એમાં સોજી નાખી બ્રોr મિક્સ કરી લ્યો.
મિશ્રણઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે એમાં તેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને મિશ્રણને ઠંડુ થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ જાય ત્યાં સુંધી માં બીજા એક વાટકા કોર્ન ફ્લોર, મેંદા નો લોટ, મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર, ચીલીફ્લેક્સ અને પીઝા સિઝનિંગ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખીમિક્સ કરી એક બાજુ મૂકો.
હવે બીજા વાટકા માં મોઝરેલા ચીઝ ને પ્રોસેસ ચીઝ નાખો સાથે અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરી એના નાના બોલ બનાવી તૈયાર કરી લ્યો.
હવે તેલ વારા હાથ થી સોજી ના મિશ્રણ ને એક વખત મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફરી તેલ વારા હાથ કરી એક લુવા જેટલું સોજી નું મિશ્રણ લઈ એને હથેળી વચ્ચે ફેલાવી નાની પ્યુરીબનાવી લ્યો ને વચ્ચે તૈયાર કરેલ ચીઝ બોલ્સ મૂકી બધી બાજુથી બંધ કરી બરોબર પેક કરી લ્યોને હથેળી વચ્ચે ફેરવી ને બોલ બનાવી લ્યો આમ બધા જ બોલ તૈયાર કરી લ્યો.
ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં તૈયાર કરેલ બોલને મેંદા ની સ્લરી માં બોળી ને બ્રેડ ક્રમ માં નાખી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી લ્યોઆમ એક એક બોલ ને મેંદા ની સ્લરી માં બોળી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી તૈયાર કરી લ્યો .
તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર કરેલ બોલ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. બોલ બધી બાજુથીગોલ્ડન બ્રાઉન થાય એટલે તેલ માંથી કાઢી ને બીજા બોલ ને પણ ગોલ્ડન બ્રાઉન તરી લ્યો નેતૈયાર બોલ સોસ , ચટણી સાથે સર્વ કરો પાલક સોજી ચીઝ બોલ.