Go Back
+ servings
ક્રિસ્પી તવા ઈડલી - Crispy Tawa Idli - ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત - Crispy Tawa Idli banavani rit - Crispy Tawa Idli recipe in gujarati

ક્રિસ્પી તવા ઈડલી | Crispy Tawa Idli | ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીતશીખીશું. આ ઈડલી હૈદરાબાદ બાજુ ખૂબ પ્રખ્યાત છે જે રેગ્યુલર ઈડલી કરતા અલગ લાગે છે નેઅંદર થી સોફ્ટ ને બહાર થી ક્રિસ્પી બને છે, આજ આપણે ઈડલી ની ખીરું પલળતા ભૂલી ગયા હોઈએ તો ઇન્સ્ટન્ટ ઈડલી ખીરું બનાવીને તૈયાર કરી એક ખાસ સાઉથ ઈન્ડિયન મસાલા સાથે તવી પર ઈડલી બનાવવાની રીત શીખીશું તોચાલો ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 મિક્સર

Ingredients

ઈડલી નું ખીરું બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચોખા નો લોટ
  • ½ કપ અડદ દાળ નો લોટ
  • ¼ કપ પૌવા
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ દહી
  • 2 પેકેટ ઇનો
  • 1 કપ પાણી

ગન પાઉડર બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ચણા દાળ
  • ¼ કપ અડદ દાળ ¼ કપ
  • કપ સફેલ તલ ¼ કપ
  • 20-25 સૂકા લાલ મરચા
  • ½ ચમચી હિંગ
  • 10-12 મીઠા લીમડાના પાન
  • 2 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી તેલ

તવા ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 2 ચમચી ગન પાઉડર
  • લીલા ધાણા સુધારેલા

Instructions

ક્રિસ્પી તવા ઈડલી બનાવવાની રીત | Crispy Tawa Idli banavani rit | Crispy Tawa Idli recipe in gujarati

  • ક્રિસ્પી તવા ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઈડલી નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદ ગન પાઉડરબનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે તવા ઉપર ઈડલી મસાલા સાથે ચડાવી ને તૈયાર કરીશું ક્રિસ્પીતવા ઈડલી.

ઈડલી નું મિશ્રણ બનાવવાની રીત

  • ઈડલીનું મિશ્રણ બનાવવા સૌપ્રથમ પૌવા ને મિક્સર જાર માં પીસી ને પાઉડર બનાવી લ્યો ને ચોખાઅને અડદ દાળ ને પણ પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે એક મોટા વાસણમાં પીસેલી અડદ દાળ, ચોખા, પૌવા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, દહી નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ઈડલી ના મિશ્રણજેવી મિશ્રણ તૈયાર કરી ઢાંકી એક બાજુ મૂકો.

ગન પાઉડર બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચણા દાળ અને અડદ દાળનાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો દાળ ગોલ્ડનથવા લાગે એટલે એમાં સફેદ તલ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન નાખી બરોબર મિક્સ કરીબીજી બે ચાર મિનિટ શેકી લ્યો.
  • હવે બધી સામગ્રી બરોબર શેકી લીધા બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યોને મિશ્રણ ને ઠંડુ કરી લ્યો મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી પીસી ને પાઉડર કરી લ્યો તો તૈયાર છે ગન પાઉડર.

તવા ઈડલી બનાવવાની રીત

  • ડુંગળી, ટમેટા, લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક તવી માંતેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને લાઈટ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા નાખી મિક્સ કરી લ્યો અને ઝીણા સમારેલાટામેટા નાખી ટમેટા ચડે ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમેટા શેકાઈ જાય એટલે એમાં ગન પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી તવી પર જ શેકેલમસાલાના ચાર પાંચ ભાગ માં અલગ અલગ કરી નાખો હવે ઈડલી ના મિશ્રણ માં ઇનો નાખી બરોબરમિકસ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ભાગ કરેલ મસાલા પર જરૂર મુજબ કડછી વડે મિશ્રણ નાખોને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો.
  • સાત મિનિટ પછી ઈડલી ને ઉથલાવી ને બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગરમગરમ તવા ઈડલી ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી તવા ઈડલી.

Crispy Tawa Idli recipe in gujarati notes

  • ઈડલીનું રેગ્યુલર ખીરું પણ વાપરી શકો છો.
  • અહી મસાલા માં તીખાશ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકાય છે.
  • ડુંગળી ટમેટા વાળો મસાલો અલગ કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો.
  • તમેઅપ્પમ પાત્ર માં પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો