નમસ્તે મિત્રો આજે આપણે ચણા જોર ગરમ ચાટ બનાવવાની રીત - chana chor garam chaat banavani rit શીખીશું. આપણે બધા ને ચાર્ટ ખાવાનોખૂબ જ શોખ હોય છે,બહાર જ્યારે પણ ફરવા જઈ એ ત્યારે અલગ અલગ પ્રકારના ચાર્ટ ખાતા હોઈએ છીએ એમાંખાસ ચણા જોર ગરમ ચાર્ટ ખાતા જ હોઈએ. બજારમાંથી તૈયાર ચણા ચિપ્સપણ આપણે ઘણી વખત લઈ આવતા હોઈએ છીએ પણ આજ આપણે ઘરે દેશી ચણા માંથી ચણા ની ચિપ્સ બનાવીને ચાર્ટ બનાવવાની રીત શીખીશું. તો ચાલો chana chor garam chaat recipe in gujarati શીખીએ.
મિક્સર જાર માં મીઠું, સંચળ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટમસાલો, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર, ફુદીના પાઉડર, આમચૂર પાઉડરનાખી ને મિક્સર ની ઢાંકણ બંધ કરી પીસી લ્યો તો તૈયાર છે મસાલો.
ચણા માંથી ચટપટી બનાવવાની રીત
ચણા જોર ગરમ ચાર્ટ બનાવવા સૌપ્રથમ દેશી ચણા ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક તપેલી માં બેગ્લાસ પાણી ગરમ.કરવા મૂકો. પાણી ઉકળવા લાગેએટલે એમાં સાફ કરેલ ચણા નાખી દયો ને ચાર મિનિટ સુંધી પાણી સાથે ઉકળવા દયો. ચાર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ચણા ને ચારણી માં કાઢી લ્યો.
હવે એક મોટી તપેલી માં બે ત્રણ જાડા નેપકીન મૂકો હવે એમાં ચારણી વાળા ચણા નાખી ને ને પકીનને પેક કરી નાખો ને ઉપર બીજા એક બે નેપકીન ઢાંકી દયો ને આઠ થી દસ કલાક અથવા આખી રાતએમજ રહેવા દયો.
આઠ કલાક પછી થોડા થોડા ચણા કાઢી ને એક એક ચણા ને ધસ્તા વડે ફૂટી ને ચપટા કરી કરો. ને એક થાળી માં કાઢતા જાઓ.આમ થોડા થોડા કરી બધા ચણા ને ચપટા કરી લ્યો અને થાળી માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વચ્ચે ચારણી કે ગરણી મૂકોને એમાં ચપટા કરેલ ચણા થોડા થોડા નાખતા જઈ ગોલ્ડન તરી લ્યો. આમ બધા ચપટા ચણા ને ગોલ્ડનતરી લ્યો અને ચારણી માં કાઢી લ્યો. હવે ચણા પર તૈયાર કરેલ મસાલાની એક થી બે ચમચી છાંટી બરોબર મિક્સ કરી લ્યો ને ચણા ને ઠંડા થવા દયો. ચણા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ચાર્ટ ખાવા ની ઈચ્છાથાય ત્યારે ચાર્ટ બનાવો.
ચાટ બનાવવાની રીત
એક પ્લેટકે તપેલી માં તૈયાર કરેલ ચણા ની ચટપટી નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલાં મરચા,લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ તૈયાર કરેલ મસાલો અને લીંબુનો રસ નાખીબરોબર મિક્સ કરી ચાર્ટ તૈયાર કરી લ્યો. તો તૈયાર છે ચણા જોર ગરમચાર્ટ.
chana chor garam chaat recipe in gujarati notes
અહીં તમે પુરી બનાવવા ના મશીન માં પણ ચણા મૂકી દબાવી ને ચટ પટી બનાવી શકો છો.
તમેચાર્ટ માં ઝીણા સમારેલા ટામેટા, કેરી પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો