બટર મસાલા કોર્ન / ભુટ્ટો બનાવવા સૌપ્રથમ એક વાટકા માં તીખા લાલ મરચાનો પાઉડર, સંચળ, મરી પાઉડર અને મીઠું નાખી ને બરોબર મિક્સ કરી મસાલોતૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો મસાલો.
હવે કાચી મકાઈ લેશું એના પર રહેલ ફોતરા કાઢી ને અલગ કરી લેશું અને દાડી ને લાંબી જ રહેવા દેવી અને એની સાથે રહેલ રેસા ને પણ અલગ કરી લેવા ત્યાર બાદ મકાઈ ને ચેક કરી લેવી કે ક્યાંય ખરાબ નથી ને જોંખરબ હોય તો એ ભાગ અલગ કરી નાખવો.
હવે એક વખત મકાઈ ને ધોઇ નાખો અને કપડા થી કોરી કરી લ્યો ત્યાર બાદ મકાઈ પર ઓગળેલું માખણ આખી મકાઈ પર લગાવી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી એના પર મકાઈ મૂકી થોડી થોડી વારે ફેરવી ને બરોબર શેકી લ્યો. મકાઈ ને બધીબાજુથી બરોબર શેકી લેવા. આમ બરોબર શેકી લીધા બાદ શેકેલ મકાઈ નેગેસ પર થી ઉતારી લ્યોને ગેસ બંધ કરી નાખો અથવા બીજી મકાઈ ને શેકી શકો છો.
ત્યારબાદ શેકેલ મકાઈ પર લીંબુ ની સ્લાઈસ ઘસી ને લગાવી લ્યો અથવા લીંબુને તૈયાર કરેલ મસાલા માંબોળી ને પણ તમે શેકેલ મકાઈ ઉપર મસાલા સાથે લીંબુ લગાવી લ્યો. તો તૈયાર છે આપણો બટર મસાલાકોર્ન / ભુટ્ટો.