પુરણ બનાવવા ખજૂર ના બીજ કાઢી કટકા કરી લ્યો ત્યાર બાદ અંજીર ને સાફ કરી એક વખત પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કલાક ઠંડા પાણી માં અથવા પંદર વીસ મિનિટ ગરમ પાણી માં પલાળી મુકો. અંજીર પલાળીલીધા બાદ એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણા ઝીણા કટકા કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ખજૂર અને અંજીર નાખી ધીમા તાપે હલાવતા રહો ને પાંચ સાત મિનિટ શેકી લ્યો જેથી મિશ્રણ નરમ થઇ જાય. ત્યાર બાદ એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી લ્યો.
અંજીર અને ખજૂર બિલકુલ નરમ થઈ જાય એટલે એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો ને છેલ્લે એમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરીમિશ્રણ ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો.