બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને એક ઉપર એક મૂકો ત્યાર પછી એનો રોલ બનાવી ને ગોળ કરી લ્યો હવે ધાર વારા ચાકુથી જેટલી પાતળી પાતળી સુધારી શકાય એટલે પાતળી સુધારી લ્યો. અને હલકા હાથે છૂટી કરી નાખો.
હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ રોટલી નાખી ને ધીમા તાપે હલાવતા રહી શેકો શેકાઈ ને થોડી ક્રિસ્પી થાયએટલે એક બાજુ મૂકો.
હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ફરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ફણસી,ગાજર, કેપ્સીકમ, પાન કોબી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો.
ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સેઝવાન સોસ, મરી પાઉડર, સોયા સોસ,ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી ને બરોબર મિક્સ કરીલ્યો અને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં અડધી શેકેલ રોટલી ની નૂડલ્સ અને લીલાધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ.