સોજી ના ગુલાબ જાંબુ બનાવવા મિક્સર જારમાં ઝીણી સોજી નાખી ને પીસીલ્યો. સોજી ઝીણી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ઘી ની બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં પીસી રાખેલી સોજી અને મેંદા નો લોટ થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યોને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં ગુલાબજળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગેસ ધીમો રાખી ને બરોબર હલાવતા રહી ને ઘટ્ટ થાય અને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને મિક્સ કરી ધીમા તાપેહલાવતા રહો . મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢીલ્યો.
મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે હથેળી વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે આકાર ના અને જેટલા નાના કે મોટા કરવા હોય એ સાઇઝમાં જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો. અને જાંબુ ને બરોબર મસળી ને તિરાડ ના રહે એમ જાંબુ બનાવી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં ઘી કે તેલ ગરમ કરી લ્યો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખોને એમાં તૈયાર કરેલ જાંબુ નાખી દયો ત્યાર બાદ તેલ ને ઝારા ની મદદ થી હલાવી લ્યો આમબે ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી હલકા હાથે હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવીબધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
તરેલગુલાબજાંબુ ને ચાસણીમાં નાખો આમ બધા જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને ચાસણી માંનાખતા જાઓ. જાંબુ ને ચાસણીમાંબે થી ત્રણ કલાક સુંધી રૂમ તાપમાન માં રહેવા દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાયત્યાર બાદ મજા લ્યો સોજીના ગુલાબજાંબુ.