ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સાબુદાણા કરી લઈ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો મિક્સર જારમાં નાખી પીસી લ્યો. આમ બને ને પીસી ને પાઉડર બનાવીલ્યો. હવે બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો.
હવે છીણેલા બટાકા માં પીસી રાખેલ સામો અને સાબુદાણા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા,જીરું, મરી દરદરા પીસેલા અને તેલ ની બે ચમચી નાખીબરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુ નવશેકુંપાણી નાખી ને મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો. ને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને રાખો.
બાંધેલા લોટ ને પંદર મિનિટ પછી એક ચમચી તેલ નાખી ને બરોબર મસળી ને સોફ્ટ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી ને હથેળી વચ્ચે દબાવી લઈ મઠરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી ને એક થાળીમાં મૂકતા જાઓ.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ને તેલ ને હલાવી નાખવું ત્યાર બાદ ધીમા ગોલ્ડન થાય ત્યાં સુધી થોડીથોડી વારે હલાવતા રહો ને તરી લ્યો મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજીમઠરી ને નાખી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોને મજા લ્યો ફરાળી મઠરી.