Go Back
+ servings
રવા ઢોસા - રવા ઢોસા બનાવવાની રીત - rava dosa recipe in gujarati - rava dosa banavani rit

રવા ઢોસા | rava dosa recipe in gujarati | રવા ઢોસા બનાવવાની રીત | rava dosa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી બનાવવાનીરીત - rava dosa banavani rit શીખીશું, રોજ સાંજ થાય એટલે એક સમસ્યા દરેક ઘર માં હોય એ કે આજ જમવા માં શું બનાવીશું?કેમ કે એક વાનગી ઘર માં એક ને પસંદ હોય તો બીજા ને નથી આવતી,તો આજ અમે ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો અને બધા ને પસંદ પણ આવશે તો ચાલોરવા ઢોસાબનાવવાની રીત -  rava dosa recipe in gujarati શીખીએ.
4.29 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રવા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખાનો લોટ
  • ¼ કપ મેંદાનો લોટ  કપ
  • ½ સોજી કપ
  • 1 કપ જીરું 1 ચમચી
  • 2-3 ઝીણાસમારેલા લીલાં મરચા
  • ¼ ચમચી અધ કચરીપીસેલા મરી
  • 1 ચમચી આદુ ઝીણું સમારેલું 1 ચમચી
  • 1 ચમચી ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન 1 ચમચી
  • 1-2 ચમચી લીલાધાણા સુધારેલા
  • સ્વાદમુજબ મીઠું
  • 4 કપ પાણી
  • તેલ / ઘી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • અડદદાળ 1 ચમચી
  • આખાધાણા 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લસણની કણી 5-7 (ઓપ્શનલ છે)
  • ઝીણીસુધારેલી ડુંગળી 1
  • ઝીણાસમારેલા ટામેટા 2
  • સૂકાલાલ મરચા 2-3
  • ગોળ 1 ચમચી
  • મીઠુંસ્વાદ મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • તેલ1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • અડદદાળ 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મીઠાલીમડાના પાન8-10
  • સૂકાલાલ મરચા 1

Instructions

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

  • રવા ઢોસા બનાવવાની રીત મા સૌપ્રથમ ચટણી બનાવી તૈયાર કરી લ્યો ત્યારબાદ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી ઢોસા બનાવી ને તૈયાર કરી સર્વ કરો ક્રિસ્પી રવા ડોસાવિથ ચટણી.

ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અડદ દાળ, હિંગ અને આખા ધાણા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણાનાખી મિક્સ કરી ને બે ચાર મિનિટ શેકી લ્મિશ્રણઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને થોડું પાણી નાખી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, અડદ દાળ, હિંગ, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી પર નાખી દયો તો તૈયાર છે ચટણી.યો.
  • સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં આદુ ના કટકા, લસણ ની કણી, ઝીણી સુધારેલી ડુંગળી અને સૂકા લાલ મરચાનાખી ને મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખીમિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા શેકાઈજાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો.
  • મિશ્રણઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને થોડું પાણી નાખી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, અડદ દાળ, હિંગ, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી પર નાખી દયો તો તૈયાર છે ચટણી.

રવાઢોસા બનાવવાની રીત

  • રવા ઢોસા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચાળી ને ચોખા નો લોટ અને મેંદા નો લોટ નાખો સાથે સાફકરેલી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું, લીલા મરચા સુધારેલા,અધ કચરા પીસેલા મરી, આદુ ના કટકા, સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા ધાણા સુધારેલા અને સ્વાદમુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા બે કપ પાણી નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ એને ઢાંકી ને અડધો કલાક એક બાજુમૂકી દયો.
  • ત્રીસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકોતવી ફૂલ ગરમ કરી એમાં બધી બાજુ એક સરખું મિશ્રણ કડછી થી નાખી ને ફેલાવી દયો ત્યાર બાદગેસ ને મીડીયમ તાપે ચડવા દયો. બે મિનિટ ચડાવી લીધા બાદ એના પરઘી માખણ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો.
  • ઢોસાને ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ પ્લેટ માં ચટણી સાથે સર્વ કરો. આમ બધા જ ઢોસા ને શેકી ને તૈયારકરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી.

rava dosa recipe in gujarati notes

    ઢોસાનું મિશ્રણ બનાવવા માટે સોજી લોટ અને પાણી નું માપમાં ધ્યાન રાખવું તો ઢોસા ક્રિસ્પીબનશે.

      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો