વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક મોટી તપેલી માં સુધારેલ કેપ્સીકમ, સુધારેલ પાન કોબી, સુધારેલ ટમેટા, સુધારેલ કાકડી, સુધારેલ ગાજર નાખો સાથે મરી પાઉડર, મયોનિઝ, ટમેટા સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરીલ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસપર એક બાજુ માખણ લગાવી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર અથવાગ્રિલ મશીન માં શેકી લ્યો ત્યાર બાદ પનીર ના કટકા ને પણ ગ્રિલ કરી લ્યો બને ને ગોલ્ડનથાય ત્યાં સુંધી શેકી લ્યો.
હવે શેકેલ બ્રેડ ની સ્લાઈસ પર પીઝા સોસ લગાવો એના પર તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ લગાવી એના પર પાનકોબી સુધારેલ, બીટ છીણેલું નાખો એના પર બીજી શેકેલ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ને એને પહેલી બ્રેડ પર મૂકો એના પર મયોનીઝ લગાવી એના પર શેકેલ પનીર મૂકો.
હવે પનીર ઉપર એક ગોળ સુધારેલ કાકડી , ટમેટા, પાનકોબી અને ડુંગળી ની સ્લાઈસ મૂકો ફરી એના પરશેકેલ બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવેલ એના પર મૂકો અને હાથ વડે થોડી દબાવી લ્યોત્યાર બાદ ટૂથ પિક લગાવી ને કટ કરી લ્યો ને ઉપર થી છીણેલું ચીઝ છાંટી મજા લ્યો વેજકલ્બ સેન્ડવીચ.