Go Back
+ servings
ઓટ્સ નો ચેવડો - ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત - oats no chevdo - oats no chevdo banavani rit - oats no chevdo recipe in gujarati

ઓટ્સ નો ચેવડો | oats no chevdo | ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત | oats no chevdo banavani rit | oats no chevdo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત - oats no chevdo banavani rit શીખીશું. આ ચેવડો હેલ્થી ની સાથેટેસ્ટી લાગે છે, જે ખાટો મીઠો અને ક્રિસ્પી બને છે જે એક વખત બનાવી પંદરવીસ દિવસ સુંધી મજા લઈ શકો છો. આ ચેવડો ખૂબ ઓછા તેલ કે ઘી માં તૈયારથઈ જાય છે જે બનાવો ખૂબ સરળ છે તો ચાલો oats no chevdo recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઓટ્સનો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઓટ્સ
  • ½ કપ પાતળા પૌવા
  • 1 કપ મખાના
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 10-12 મીઠા લીમડાના પાન
  • ½ કપ સીંગદાણા
  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • ¼ કપ કીસમીસ
  • ¼ કપ સૂકા નારિયળ ની કતરણ
  • ¼ કપ મગતરી ના બીજ
  • ¼ કપ સૂરજમુખી ના બીજ
  • ¼ કપ તરબૂચ ના બીજ
  • 1 ચમચી અડસી
  • 1 ચમચી સફેદ તલ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત | oats no chevdo banavani rit | oats no chevdo recipe in gujarati

  • ઓટ્સ નો ચેવડો બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ચાળી ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઓટ્સ નાખી ધીમા તાપે દસ પંદર મિનિટ હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો પંદર મિનિટ પછી શેકેલ ઓટ્સ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં ઝીણા પૌવાનાખી એને પણ ધીમા તાપે હલાવતા રહી પાંચ મિનિટ શેકી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ફરી એજ કડાઈ માં મખાના નાખી એને પણ ધીમા તાપે સાત મિનિટ હલાવતા રહી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો ને મખાના બરોબર શેકાઈ જાય એટલે એને પણ કાઢી લ્યો.
  • હવે એજ કડાઈ ને ફરી ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી પાંદ ક્રિસ્પી થાય ત્યાંસુંધી શેકો. હવે એમાં સીંગદાણા નાખો મિક્સ કરી સીંગદાણા ગોલ્ડન  થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો.
  • ત્યારબાદ હવે એમાં બદામ, કાજુ , નારિયળ ની કતરણ નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડનશેકી લ્યો. ત્યાર બાદ મગતરી ના બીજ, સૂરજમુખીના બીજ, તરબૂચ ના બીજ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો હવે એમાં કીસમીસ,અડસી, સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો બે મિનિટશેકી લ્યો.
  • હવે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ ઓટ્સ, મખાના, પૌવા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો,શેકેલ જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ ચેવડા ને ઠંડો થવા દયો ચેવડો ઠંડો થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો ઓટ્સ નો ચેવડો.

oats no chevdo recipe in gujarati notes

  • અહી ચેવડા માં તમે તમારી પસંદ ના બીજા ડ્રાય ફ્રુટ અને મસાલા થી પણ તૈયાર કરી શકો છો.
  • ચેવડા માં પીસેલી ખાંડ નાખવી ઓપ્શનલ છે જો ના પસંદ હોય તો ના નાખવી.
  • ચેવડા ને થોડો તીખો કરવા કાળા મરી અથવા સફેદ મરી નો પાઉડર પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો