બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણબિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ.આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી નેપાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.
હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બેસરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યારબાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથીનાની નાની ગોલી બનાવી લ્યો.
ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.