બદામ પુરી બનાવવા સૌ પ્રથમ સાફ ને ચોખા વાસણમાં બદામ નો લોટ ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કેસર વાળુ દૂધ નાખી ફરી થી બરોબર મિક્સ કરી લ્યો ને કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો.
બાંધેલા લોટ ને થોડો મસળી લ્યો ત્યાર બાદ બે ત્રણ સરખા ભાગ કરી લુવા બનાવી લ્યો ને પાટલા પર બટર પેપર કે પ્લાસ્ટિક પર એક લુવો લ્યો ને વેલણ વડે વણી ને મીડીયમ જાડી રોટલી બનાવીલ્યો. વણેલી રોટલીપર મનગમતા આકાર ની કુકી કટર થી કટ કરી પુરી તૈયાર કરી લ્યો ને બચેલ મિશ્રણ ને બીજા લુવા સાથે મિક્સ કરી લ્યો.
બીજા લુવાને પણ વણી ને કુકી કટર થી કટ કરી લ્યો આમ બધા મિશ્રણ ને વણી ને કુકી કટર થી કટ કરી પુરી તૈયાર કરી લ્યો. આમ બધી પુરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર નોન સ્ટીક તવીને ગરમ કરવા મૂકો તવી થોડી ગરમ થાય એટલે એના પર તૈયાર કરેલ પુરી મૂકી ને ધીમા તાપેશેકો.
એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તવી પર થી ઉતારી લ્યો ને બીજી પુરી ને શેકી લ્યો આમ બધી પુરી ને ગોલ્ડન શેકી લઈ ઠંડી કરી લ્યો ને ભગવાન ને ભોગ માં અથવા વ્રત ઉપવાસમાં ફરાળ માં મજા લ્યો અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે મજા લ્યો બદામપુરી.