હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ફૂલ ક્રીમ ગાય નું દૂધ નાખી ને ગેસ ચાલુ કરી દૂધને ઉકળવા મુકો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો. દૂધ નીચે તરીયા માં ચોંટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું. દૂધ ઉકળી ને અડધું થાય એટલે ગેસ ને મીડીયમ કરી નાખો અને ત્યાર બાદ સાઈડ માંથી તવીથા થી કાઢી ને હલાવતા રહો જેથી ચોંટે નહિ.
દૂધ પા ભાગ નું રહે એટલે ગેસ બિલકુલ ધીમો કરી નાખો ને ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખોને એક ચમચી ઘી નાખી ને મિક્સ કરી લ્યો. અને કડાઈ નેઢાંકી ને સાત મિનિટ એક બાજુ મૂકો. સાત મિનિટ પછી એક વખત હલાવીલ્યો અને ફરી ઢાંકી બીજી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. આમ પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી મિક્સકરી લ્યો. દૂધ માંથી માવો બની ગયો હસે.
હવે બીજી જાડા તળિયાવાળી કડાઈમાં બે ચમચી ખાંડ નાખો હલાવતા રહો અને ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી ખાંડ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી હલવો ખાંડ જેવી ગોલ્ડન થાય એમાં શેકેલદૂધ વાળો માવો નાખી ને કડાઈ માં નીચે તવી મૂકી ને ગેસ મિડીયમ તાપે હલાવતા રહો રહો ને સાત આઠ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં એક ચમચી ઘી નાખી ઢાંકી ની બીજી પંદર વીસ મિનિટ મૂકી દયો. વીસ મિનિટ પછી ઢાંકણ ખોલી નેબરોબર મિક્સ કરી લ્યો અને બીજા વાસણમાં કાઢી ને એમાં એલચી પાઉડર અને તૈયાર કરેલ તગારમાંથી બે ચાર ચમચી અલગ કરી ને બીજી મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરી ને પેંડા બનાવીલ્યો ને તૈયાર પેંડા પર બાકી રાખેલ તગાર ની કોટીંગ કરી નાખો ને મજા લ્યો મથુરા ના પેંડા.