મખાના બફરી બનાવવા સૌપ્રથમ મખાના ને સાફ કરી ને કડાઈમાં નાખી શેકી લ્યો. મખાના ને આઠ દસ મિનિટ શેકીને ક્રિસ્પી બનાવી લ્યો. મખાના બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાંકાઢી લ્યો ને ઠંડા કરી લ્યો. ઠંડા થાય એટલે થોડા થોડા મિક્સરજાર માં નાખતા જઈ ને પીસી ને પાઉડર બનાવી લ્યો.
ત્યારબાદ એજ કડાઈમાં કાજુ નાખી એને પણ મિડીયમ તાપે બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો ત્યાર બાદ મખાના પીસેલાજાર માં નાખી ને મખાના સાથે પીસી ને એનો પણ પાઉડર બનાવી લ્યો. ત્યાર બાદ એમાં જ નારિયળ નું છીણ નાખી ને એને પણ એક વખત પીસી લ્યો.
હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી ને મિક્સ કરી ને પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ મખાના, કાજુઅને નારિયળ ના છીણ વાળુ મિશ્રણ નાખી બરોબર હલાવતા રહો.
મિશ્રણ બરોબર ચડી જાય અને ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી મિશ્રણ ને થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને એક સરખું દબાવી ને એક સરખું કરી લ્યો.
તૈયાર બરફી ને સેટ થવા એક બે કલાક મૂકો ને બે કલાક પછી ચાકુ કે કુકી કટર થી મનગમતા આકાર માં કાપી ને કટકા કરી લ્યો ને મજા લ્યો મખાના બફરી.