Go Back
+ servings
ટમટમ ખમણ - ટમટમ ખમણ બનાવવાની રીત - Tam Tam Khaman - Tam Tam Khaman banavani rit - Tam Tam Khaman recipe in gujarati

ટમટમ ખમણ | Tam Tam Khaman | ટમટમ ખમણ બનાવવાની રીત | Tam Tam Khaman banavani rit | Tam Tam Khaman recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ બનાવવાની રીત - Tam Tam Khaman banavani rit શીખીશું, આજ સુંધી તમે ખમણ અને ટમટમ બને અલગ અલગ તો મજાલીધી હસે પણ આજ આપણે ખમણ ને એક નવા જ સ્વાદ સાથે મજા લેશું. અત્યારસુંધી તમે વાટી દાળના ખમણ, રસા વાળા ખમણ, નાયલોન ખમણ જેવા ખમણ તો ઘણી વખત મજા લીધી હસે પણ એક તીખો, ચટપટો અને તીખા સ્વાદ સાથે આજ આપણે Tam Tam Khaman recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટમ ટમ ખમણ બનાવવા માટેની સામગ્રી

  • ચણા નો લોટ / બેસન 2 કપ
  • દહીં 2-3 ચમચી
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • પાણીજરૂર મુજબ
  • ઇનો 1 ચમચી

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ⅛ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • પાણી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

Instructions

ટમટમ ખમણ બનાવવાની રીત | Tam Tam Khaman banavani rit | Tam Tam Khaman recipe in gujarati

  • ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ બનાવવા સૌપ્રથમ આપણે બેસનમાં માંથીયારણ તૈયાર કરી લેશું ત્યાર બાદ એમાંથીખમણ તૈયાર કરી લેશું અને તૈયાર ખમણ ને વઘાર કરી ને તૈયાર કરીશું ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ.

ખમણ બનાવવાની રીત

  • ખમણ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા નો લોટ અથવા બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, લીલા મરચા નીપેસ્ટ, દહીં, ખાંડ, હળદર, હિંગ, તેલ અને સ્વાદ મુજબમીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એકાદ કપ જેટલું પાણી  થોડુ થોડુ નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયારકરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો. અને એક થાળીને તેલ થી ગ્રીસ કરી એક બાજુ મૂકો. મિશ્રણ ને ઘટ્ટ તૈયાર કરીલીધા બાદ એને સાત થી આઠ મિનિટ એક જ બાજુ હલાવતા રહી ફેટી લ્યો.
  •  મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાંઇનો અને એના ઉપર એક ચમચી પાણી નાખી ફરી થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસકરેલ થાળી માં નાખી દયો. અને થાળી ને કડાઈ માં કાંઠા પર મૂકીઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો. વીસ મિનિટ પછી થાળી ને કાઢી લ્યો ને થાળી ને ઠંડી થવા દયો. થાળી ઠંડી થાય એટલે ચાકુ થી મનગમતાઆકાર માં કાપી ને કટકા કરી લ્યો.

વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, સંચળનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલા મરચા નાખી એક મિનિટ શેકી લ્યોને સાથે એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો.

Tam Tam Khaman recipe in gujarati notes

  • જો ચણાનો લોટ ના હોય તો બેસન વાપરી શકો છો.
  • તમે ચટપટા બનાવવા માંગતા હો તો એમાં આમચૂર પાઉડર કે ચાર્ટ મસાલો પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો