ભરેલા ખજૂર બનવા માટે સૌથી પેહલા ખજૂર ને સાફ કરી લ્યો અને એની ઉપર રહેલ ટોપી કાઢી લ્યો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ખજૂર વચ્ચે એક કાપોલગાવી ને વચ્ચે થી એનો ઠળિયો કાઢી લ્યો. આવી રીતે બધા ખજૂર માંથી ઠળિયા કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે સેકી ને રાખેલા સીંગદાણા ને મિક્સર જારમાં નાખી ને સરસ થી પીસી લ્યો.પીસેલા સીંગદાણા ને એક વાટકા માં કાઢી લ્યો. હવે એજ વાટકા માં નારિયલ નોપાઉડર, એલચી નો પાવડર, બદામ નો પાઉડર અનેગુલાબ ની સુખી પાંદડી નાખો.
ત્યારબાદ બધી સામગ્રી ને ચમચી થી બરોબર મિક્સ કરી દયો.હવે તેમાં કન્ડસટ મિલ્ક નાખો અને હાથ થી સરસ થી મિક્સ કરી દયો તો ખજૂરને ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર છે.
હવે તૈયાર સ્ટફિંગ ને ખજૂર ની સાઈઝ ના સિલિન્ડર સેપ માં આકાર આપી ને હાથ થી મુઠીયા બનાવી લ્યો. અને એક પ્લેટમાં મૂકતા જાઓ.
હવેએક ખજૂર લ્યો. તેની વચ્ચે તૈયાર કરેલ સિલિન્ડર સેપ નું સ્ટફિંગ રાખો અને ત્યાર પછી ખજૂર ને મુઠ્ઠી વાળી થોડું હલ્કા હાથે થીદબાવી લ્યો. આવી રીતે બધા જ ખજૂર ભરી ને તૈયાર કરી લ્યો.હવે ભરેલા ખજૂર ની ઉપર ગુલાબ ની સુખી પાંદડી નો પાઉડર અને પિસ્તા નોપાઉડર લગાવી ગાર્નિશ કરો.
તો તૈયારછે અગિયારસ માટે અથવા વ્રત ઉપવાસમાંમજા લ્યો સ્પેશિયલ ભરેલા ખજૂર ની મીઠાઈ.