ગોળથી બનતા નારિયલ ના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી ને ગેસ પર મૂકો. હવે તેમાં પાણી નાખો.ત્યાર પછી તેમાં ગોળ નો પાવડર નાખો. હવે તેને ચમચાની મદદ થી સરસ થી મિક્સ કરી લ્યો.
હવે ગોળ સરસ થી પાણી માં ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહો. ગોળ સરસ થી ઓગળી ગયા પછી એકથી બે મિનિટ પાણી ને ઉકાળી લેવું ત્યાર બાદ તપેલી ને નીચે ઉતરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં કાજુ નાટુકડા નાખો અને તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં નારિયલનો ચૂરો નાખો. હવે તેને પાંચ મિનિટ સુધી મીડીયમ તાપે સેકી લ્યો.
ત્યારબાદ હવે પાંચ મિનિટ પછી તેમાં ગોળ ના પાણી ને તેમાં નાખો. હવે તેને સરસ થી મિક્સ કરીને પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર પછી તેમાં એલચીનો પાવડર નાખો અને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે લડવાના મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી થોડું ઠંડું થવા દયો. લડવાનું મિશ્રણ થોડું ઠંડુંથઈ જાય ત્યાર થોડું ઘીલઈ બને હાથ માં લગાવી લ્યો. હવે લડવાના મિશ્રણ માંથી મીડીયમ સાઈઝના ગોળ લાડવા બનાવતા જાવ અને એક પ્લેટ માં રાખતા જાવ. હવે તૈયારછે ગોળ થી બનતા નારિયલ ના લાડવા.
હવે કોઈ પણ વ્રત કે ઉપવાસ પર કે કોઈ ત્યોહાર પર ટેસ્ટી બે રીતે થી બનતા નારિયલ નાલાડુ ખાવાનો આનંદ માણો.