ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી માં ચણા ની દાળ લઈ લ્યો. હવે તેને પાણી થી સરસ થી ધોઈલ્યો. ત્યાર બાદ તેમાં થોડું ગરમ પાણી નાખી. એક કલાક માટે પલાળવા માટે રાખી દયો.
હવે કોબી ને એક પ્લેટ માં સરસ થી સુધારીને રાખી લ્યો. અને એક કલાક બાદ પલાળવા માટે રાખેલી દાળને પાણી માંથી કાઢી ને એક વાટકામાં લઇ લ્યો.
હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. ત્યાર પછી તેમાં મીઠા લીમડા ના પાન નાખો.હવે તેમાં પલાળી ને રાખેલી દાળ નાખો. હવે તેનેએક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.
ત્યારબાદ હવે તેમાં હળદર, ગરમ મસાલો અને લીલા મરચા ને સુધારીને નાખો. હવે તેમાંસુધારીને રાખેલી કોબી ને નાખો. હવે બધા ને સરસ થી મિક્સ કરી લ્યો.અને ઢાંકી ને પાંચ મિનિટ સુધી શાક ને ચડવા દયો.
હવે પાંચ મિનિટ પછી ફરી થી શાક ને હલાવી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી. ફરી થી શાક ને હલાવીલ્યો. અને ફરી થી એક થી બે મિનિટ સુધી શાક ને સેકી લ્યો.હવે તેમાં લીલા ધાણા ને સુધારીને નાખો. અને શાકને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ચણા ની દાળ અને કોબી નું શાક. હવે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચણા ની દાળ અને કોબી નુંશાક ખાવાનો આનંદ માણો.