ડુબકી આલુ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં લવિંગ,મરી, મોટી એલચી અને આખા ધાણા નાખો.
હવે તેમાં ઝીણા સુધારેલા આદુ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં પાણી નાખો. અને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં બાફેલા બટેટાને મસળી ને નાખો. હવે તેને સાત થી આઠ મિનિટ સુધી મીડીયમ તાપે ઉકળવા દયો.
હવે એક થી બે મિનિટ સુધી શાક ને ફરી થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે ડુબકી આલુ.
હવે ટેસ્ટી ગરમા ગરમ બેદમી પૂરી સાથે ડુબકી આલુ નું શાકખાવાનો આનંદ માણો.