મેથી ખાખરા બનાવવા માટે સૌથી પેહલા એક વાસણ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં કસૂરી મેથી હાથ થીમસળી ને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો.હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
હવેથોડુ થોડુ કરીને પાણી નાખો અને સરસ થી મીડીયમ ટાઈટ લોટ ગુંથી નેબાંધી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટેસાઈડ પર રાખી દયો.
હવે દસ મિનિટ પછી તેમાં બે ત્રણ ટીપાં તેલ નાખી. લોટ ને સરસ થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી નાના નાનાલુ તેમાંથી એક લુવો લ્યો. તેમાં સુકો લોટ લગાવી પાતળો ખાખરોવણી લ્યો. હવે એક ધાર વરો દબો લઈ ને ખાખરા ઉપર રાખી ને થોડુંદબાવી લ્યો. અને એક્સ્ટ્રા ભાગ કાઢી લ્યો. આ રીતે એક સરખી સાઈઝ ના ખાખરા તૈયાર થઈ જાસે. હવે ગેસપર એક તવી મૂકો હવે તેના ઉપર વણી ને રાખેલ ખાખરો નાખો. વા બનાવી લ્યો. હવે તૈયાર છે ગુજરાતી મેથી ખાખરા. હવે ખાખરા ઠંડા થાય ત્યારે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.