દૂધી નું મસાલા પનીર શાક બનાવવા માટે સૌથી પહેલા દૂધી ને ધોઈને તેને છોલી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે એક મિક્સર જારમાંદૂધી ના ટુકડા અને પલાળી ને રાખેલી છડિય દાળ નાખો. હવે તેને સરસથી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા, લાલ મરચું પાવડર, આદુ ની પેસ્ટ, જીરું, હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખી ફરી થી હલાવી ને મિક્સકરી લ્યો.
ત્યારબાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સરસ થી ફેલાવી ને દૂધી નું મિશ્રણ નાખો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચેએક ડબો મૂકો. હવે તે ડબા માં ડુંગળી, ટામેટા,સુખા લાલ મરચા, તેજ પત્તા, એલચી, જીરું, મરી અને એક ગ્લાસપાણી નાખો. હવે તે ડબા ની ઉપર દૂધી ના મિશ્રણ વાળી થાળી મૂકો.હવે તેને સરસ થી ઢાંકી દયો. સાત થી આઠ મિનિટ સુધીહવે તેને ચડવા દયો.
હવે સાત થી આઠ મિનિટ પછી ગેસ બંધ કરી દયો. હવે દૂધી ના મિશ્રણ વાળી થાળી નીચે ઉતારી લ્યો. ત્યારબાદ ડબા ને બાહર કાઢી લ્યો. હવે દૂધી નું મિશ્રણ ઠંડુ પડે ત્યારે એના ચાકુની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. એક દમ પનીર જેવા સરસ સોફ્ટ પીસથશે.
ત્યા રબાદ ડબા માં રાખેલા મસાલા ને ગારણી ની મદદ થી ગાળી લ્યો. પાણી ને એક કટોરા માં ભરી લેવું.તેને શાક બનાવતી વખતે ગ્રેવી માં નાખવા કામ આવશે. ત્યાર બાદ મસાલા ને પીસી ને ગ્રેવી તૈયાર કરી લ્યો.
ત્યારબાદ એક મિક્સર જાર માં કાજુ, મગજ ના બીજ અને દૂધ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે આ વ્હાઇટ ગ્રેવી ને એક કટોરી માં કાઢી લ્યો.