ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, બને હાથ થી મસળી ને અજમો, થોડી કૂટી ને વરિયાળી,જીરું પાવડર, આમચૂર પાવડર અને બને હાથ થી મસળીને કસૂરી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં થોડું થોડું કરી ને પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટકરવા દયો.
હવે દસ મિનિટ પછી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. અને લોટ ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેને ત્રણ ભાગ માં વેહચી દયો. ત્યાર બાદ તેના સરસ થી લુવા બનાવી લ્યો.
ત્યારબાદ હવે તેમાંથી એક લુવો લ્યો. તેમાં થોડું તેલ લગાડી સરસ થી પાતળી રોટલી વણી લ્યો. ત્યાર બાદ કાંટા વારી ચમચી ની મદદ થી તમે હોલ કરી લ્યો. જેથી પાપડી ફૂલે નહિ અને સરસ થી ક્રિસ્પી બને.
ત્યારબાદ ધાર વારા ગ્લાસ ની મદદ થી નાની નાની પૂરી તૈયાર કરી લ્યો. અને એક્સ્ટ્રા લોટ ને કાઢીને ફરી થી પાપડી બનાવવા માં યુઝ કરી લ્યો. આ રીતે બધી પાપડી બનાવીને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપાપડી નાખો. ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સરસ થી પાપડી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો. આવી રીતે બધી પાપડી તળી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઘઉં ના લોટ ની ચટપટી પાપડી ખાવાનો આનંદ માણો.