ખજૂર અખરોટ બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી માં અખરોટ નાખી ને ધીમા તાપેશેકી લ્યો. અખરોટ શેકાઈને ગોલ્ડન થાય એટલે એક વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો અને અખરોટ ઠંડા થાય એટલે દરદરાપીસી લ્યો અથવા ધસ્તા થી ફૂટી લ્યો અથવા ચાકુ થી કાપી લ્યો.
હવે એક વાટકા માં પા કપ કોર્ન ફ્લોર માં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો અને ખજૂર માંથી બીજ કાઢી ને એના બે ભાગ કરી લ્યો ને ખજૂર ને કડાઈ માં નાખી બે મિનિટશેકી લ્યો ખજૂર થોડા નરમ થાય એટલે એમાં દોઢ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી ને ખજૂર નેઉકાળી લ્યો અને ખજૂર બરોબર ચડી જાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવો.
ખજૂર મેસ થઈ જાય એટલે મિશ્રણ માં બેથી ત્રણ ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે મેસ થયેલા ખજૂર માં એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી બરોબર હલાવી ને નાખો અને મિક્સ કરી ને કોર્ન ફ્લોરને બરોબર ધીમા તાપે હલાવી લ્યો. કોર્ન ફ્લોર પાંચ સાત મિનિટમાંબરોબર ચડી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ખજૂર અને કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય એટલે એમાં પીસેલા અખરોટ નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી બે ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો. હવે થાળી કે મોલ્ડ ને ઘી થીગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર કરેલ બરફી નું મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યોને ચાર પાંચ કલાક સેટ થવા દયો.
બરફીને પાંચ કલાક સેટ થવા દીધા પછી ડીમોલ્ડ કરી ચાકુ થી એમાંથી મનગમતા આકાર ના કટકા કરીલ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો ખજૂર અખરોટ બરફી.