આઠ સ્વાદ વાળી ઇડલીઓ બનાવવા સૌપ્રથમ આઠ વાટકા લ્યો એમાં ઈડલી ના મિશ્રણ માંથી એક એક વાટકા માંએકથી દોઢ કડછી ઈડલી નું મિશ્રણ નાખો હવે સૌથી પહેલા વાટકા માં રાગી નો લોટ નાખી મિક્સકરી લ્યો અને મિશ્રણ ને ઈડલી ના મિશ્રણ જેવું બનાવવા માટે જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણીનાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
બીજાવાટકા માં છીણેલો ગોળ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ત્યાર બાદ ત્રીજા વાટકા માં છીણેલુંબીટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ચોથા વાટકા માં સાફ કરી ધોઈ ને ઝીણી સુધારેલી પાલક નાખી મિક્સ કરી લ્યો અનેપાંચમા વાટકા માં અધ કચરા પીસેલા વટાણા નાખી મિક્સ કરી લ્યો.
છઠ્ઠા વાટકા માં છીણેલું ગાજર નાખી મિક્સ કરો અને સાતમા વાટકા માં છીણેલા બટાકા નાખી મિક્સ કરો છેલ્લે આઠમા વાટકા માં કેળા નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો આમ બધા મિશ્રણ ને તૈયારકરી લ્યો.
હવે ગેસ પર એક ઢોકરીયા માં પાણી ગરમ કરવા મૂકો અને પાણી ઉકળે ત્યાં સુંધી માં ઈડલી સ્ટેન્ડકે વાટકા ને તેલ થી ગ્રીસ કરી લ્યો. અને બધા માં તૈયાર કરેલ મિશ્રણ નાખી દયો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં મિશ્રણવાળુ ઈડલી સ્ટેન્ડ મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો. વીસ મિનિટ પછી ગેસ બંધ કરી સ્ટેન્ડ બહાર કાઢી ને ઠંડુ થવા દયો ઈડલી ઠંડી થાયએટલે ડીમોલ્ડ કરી લ્યો ને મજા લ્યો આઠ સ્વાદ વાળી ઇડલીઓ.