શાહી સેન્ડવીચ બનાવવા માટે સૌથી પેહલા બ્રેડ લ્યો. હવે ચાકુ કે કાતર ની મદદ થી તેની કિનારી કાપી લ્યો. ત્યારબાદ તેના ચાર પીસ કરી લ્યો. આવી રીતે બધી બ્રેડ ના પીસ કરી નેએક પ્લેટ માં રાખી લ્યો.
હવે એક બાઉલ માં મલાઈ, મિલ્ક પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ થોડુ હાર્ડ લાગતું હોય તો એકચમચી જેટલું દૂધ નાખી. મિક્સ કરી લેવી.
ત્યારબાદ તેમાં એલચી પાવડર અને કાજુ બદામ નો પાવડર નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે બ્રેડ નો એક પીસ લ્યો. હવે તેની ઉપર ચમચી ની મદદ થી સરસ થી મિશ્રણ લગાવી લ્યો. હવે તેની ઉપર બ્રેડ નો બીજો પીસ રાખી હલ્કા હાથે દબાવી લ્યો.
હવે તેને ચાસણી માં સરસ થી ડૂબાવી દયો. ત્યાર બાદ તેને નારિયલ ના ચૂરા માં સરસ થી કોટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. ત્યાર બાદ તેના ઉપરલાલ ફુડ કલર ને આંગળી વડે ટપકું કરી લ્યો. આવી રીતે બધી શાહી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી શાહી સેન્ડવીચ.