દેશી મસાલા ગુવાર ફલી નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગુવાર ને ધોઈ ને સાફ કરી લો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી તેના એક ઇંચ જેટલા ટુકડા કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક મોટી ચમચી તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ગુવાર ફલી ના ટુકડા નાખો. અને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ફરી થી કઢાઇ માં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાંસુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી એક થી બે મિનિટસુધી સેકી લ્યો.
હવે તેમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડરનાખો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી મસાલા ને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો.
હવે તેમાં સેકી ને રાખેલી ગુવાર ફલી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ બે થી ત્રણ મિનિટ સુધીઢાંકી ને ચડાવી લ્યો. જેથી મસાલા ગુવાર ફલી સાથે સરસ થી મિક્સ થઈ જાય.
બે થી ત્રણ મિનિટ બાદ શાક માં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવેતૈયાર છે દેશી મસાલા ગુવાર ફલી નું શાક.
હવે દેશી મસાલા ગુવાર ફલી ના શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ દેશી મસાલા ગુવાર ફલી નું શાક ખાવાનો આનંદ માણો.