Go Back
+ servings
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક - પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક બનાવવાની રીત - paryushan special jain paneer nu shaak banavani rit - paryushan special jain paneer nu shaak Recipe in gujarati - jain paneer nu shaak banavani rit

પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક બનાવવાની રીત | paryushan special jain paneer nu shaak banavani rit | paryushan special jain paneer nu shaak Recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક બનાવવાની રીત - paryushan special jain paneer nu shaak banavani rit શીખીશું,આ શાકમાં ડુંગળી, લસણ કે આદુ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવામાં આવેલ છે જેથી જૈન, સ્વામિનારાયણ અથવા ડુંગળી લસણ ના ખાતા લોકો બનાવી ને મજા લઇ શકે છે તો ચાલોparyushan special jain paneer nu shaak Recipe in gujarati શીખીએ.
2.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જૈન પનીર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર દૂધ + 1 કપ
  • ½ ચમચી સૂંઠ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી મરી
  • 1-2 ચમચી ચોખાનો લોટ
  • 1-2 ચમચી ઘી
  • 1-2 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • 1 તમાલપત્ર પાન
  • 1 ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી દૂધની મલાઈ

Instructions

પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક | paryushan special jain paneer nu shaak | paryushan special jain paneer nu shaak Recipe in gujarati

  • પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક બનાવવા સૌપ્રથમ આપણે પનીર બનાવવા એક વાસણમાં દૂધ ને ગરમકરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં અડધો કપ ખાટું દહીં થોડું થોડુ નાખતા જઈ હલાવી નેદૂધ ને ફાડી લ્યો દૂધ બરોબર ફાટી જાય એટલે કોટન ના પાતળા કપડા માં નાખી ને પાણી અલગકરી લ્યો ત્યાર બાદ ચારણી માં મૂકી ઉપર વજન મૂકી એક બે કલાક પનીર ને સેટ થવા મૂકો.
  • પનીર બરોબર સેટ થઇ જાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો. એક વાટકા આમચૂર પાઉડર,સૂંઠ પાઉડર, ગરમ મસાલો, સંચળ,ધાણા જીરું પાઉડર, મરી પાઉડર નાખી મિક્સ કરી એકબાજુ મૂકો હવે બીજા એક મોટા વાટકા માં એક કપ દૂધ લ્યો એમાં એક થી બે ચમચી ચોખા નો લોટનાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં લવિંગ, તજ નો ટુકડો, તમાલપત્ર, જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હિંગ,હળદર અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં ચોખાવાળુ દૂધ અને વાટકા માં તૈયાર કરેલ મસાલા નાખી મિક્સ કરી લ્યો.
  • હવેહલાવતા રહી મિડીયમ તાપે દૂધ ને ઉકળવા દયો દૂધ માં બરોબર ઉભરો આવે ગ્રેવી થોડી ઘટ્ટથાય એટલે એમાં ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને અડધો કપ ગરમ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી પાંચમિનિટ ગ્રેવી ને ઉકળવા દયો. ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં દૂધની મલાઈ અને પનીર ના કટકા નાખી ને મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવાદયો.
  • શાક ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર શાક ને રોટલી, પરોઠા કે પુરી સાથે સર્વ કરો જૈન પનીર નું શાક.

paryushan special jain paneer nu shaak Recipe in gujarati notes

  • ચોખા ના લોટ ની જગ્યાએ તમે ઘઉં નો લોટ વાપરી શકો છો.
  • જો ગ્રેવી વધારે ઘટ્ટ પસંદ હોય તો લોટ એક ચમચી ની જગ્યાએ બે ચમચી નાખવો.
  • દૂધમાં મસાલા નાખ્યા બાદ શાક ને હલાવતા રહેવું જય સુંધી ઉકળવા ના લાગે ત્યાં સુંધી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો