ચોકલેટ બરફી બનાવવા સૌપ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી લ્યો અથવા બટર પેપર મૂકી ને તૈયાર કરી એક બાજુ મૂકો. હવે એક વાસણમાં મિલ્ક પાઉડર નાખો સાથે એમાં ખાંડ અને નોર્મલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો મિક્સ કરતી વખતે ધ્યાન રાખો કે કોઈ ગાંઠા ના રહે. મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક નોન સ્ટીક / કડાઈ માં બે ચમચી ઘી નાખો ને ઘી ઓગળે એટલે એમાં તૈયાર કરેલ મિલ્ક પાઉડર વાળુમિશ્રણ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ મિડીયમ કરી ને હલાવતા રહો.ધીરે ધીરે મિશ્રણ ઘટ્ટ થતું જસે. થોડી વાર હલાવ્યા પછીએમાં કોકો પાઉડર નાખો ને ફરીથી બરોબર મિક્સ કરો.
મિશ્રણ ને હલાવવાનું બંધ ના કરવુંનહિતર મિશ્રણ માં ગાંઠા બની જશે એટલે મિશ્રણ ને હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય એને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો. મિશ્રણઘટ્ટ થઈ ને બરફી સેટ કરી કટકા કરી શકાય એટલું ઘટ્ટ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી મિક્સકરી લ્યો.
હવે મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી અથવા બટર પેપર રાખેલ મોલ્ડ માં નાખી ને ગ્રીસ કરેલ ચમચાથી એક સરખું કરી ને સેટ કરી લ્યો. બરફી સેટ થાય એટલે એના પર બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી ને થોડા દબાવી દયો.
હવે બરફી ને સેટ થવા અને ઠંડી થવા બે ત્રણ કલાક એક બાજુમૂકો. ત્રણ કલાક પછી ચાકુથી એમાંથી મન ગમતા આકાર ના કટકા કરી લ્યોઅને તૈયાર કટકા ને ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો ચોકલેટ બરફી.