સ્ટફિંગ તૈયાર કરવા માટે સૌથી પેહલા એક બાઉલ માં સ્વીટ કોર્ન લ્યો. હવે તેમાં બારીક સમારેલા ડુંગળી,હાથે થી મસળી ને રાખેલું પનીર, બારીક સમરેલાં સિમલામિર્ચ, મીજેરેલા પીઝા ચીઝ, સ્વાદ અનુસારમીઠું, પીઝા સોસ અને ઇટાલિયન સીઝનિંગ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.