જુવાર ના બેટર ની ઈડલી બનાવવા માટે સૌથી પેહલા એક સ્ટીમર લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખી ગેસ પર મૂકો. હવે ઈડલી સ્ટેન્ડ પર તેલ લગાવો.ત્યાર બાદ તેમાં બેટર નાખો. હવે સ્ટેન્ડ ને સ્ટીમરમાં મૂકો. અને તેને ઢાંકી દયો. હવે તેને પંદર મિનિટ માટે ચડાવી લ્યો.
હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી દયો અને સ્ટીમર ને ઠંડું થવા દયો. ત્યાર બાદ તેમાં થી ઈડલી નું સ્ટેન્ડ બારે કાઢી લ્યો. હવે તેમાંથી ઈડલી કાઢી ને એક પ્લેટ માંરાખી લ્યો. હવે તૈયાર છે ટેસ્ટી ઈડલી.
જુવાર ના બેટર થી ઢોસા બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં કડછી ની મદદ થી થોડું બેટર નાખો. હવે કડછી ની મદદ થી તેને સરસ થી રાઉન્ડ શેપ આપો.હવે તેની ઉપર ઘી લગાવો. હવે તેને ક્રિસ્પી થાયત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.હવે તૈયાર છે ક્રિસ્પી ઢોસા.
હવે તૈયાર છે આપણા જુવાર ના બેટર ના ટેસ્ટી ઈડલી અને ઢોસા. હવે તેને ચટણી અને સંભાર સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઈડલી અને ઢોસા ખાવા નો આનંદ માણો.