ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ભીંડા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાંથી કોરા કરી લ્યો. હવે તેને સુધારીને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સુધારીનેરાખેલા ભીંડા નાખો. હવે ભીંડા સરસ થી ક્રિસ્પી થાય ત્યાં સુધીસરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે કઢાઇ માં બે ચમચી જેટલું તેલ લ્યો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં જીરું નાખો. ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો અને તેને પણ સરસ થી ચડાવી લ્યો.
હવે તેમાં તળી ને રાખેલા ભીંડા નાખો. હવે તેને હલાવી ને સરસ થી મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી મિક્સકરી લ્યો. ત્યાર બાદ તેમાં એક લીંબુ નો રસ નાખો. હવે શાક ને ફરીથી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરોઅને ગરમા ગરમ ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક ખાવા નો આનંદ માણો.